કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા પંચાયતના આઈ.સી.ડી.એસ શાખા ઘટક 1 દ્વારા પોષણ ઉત્સવ 2024 કાર્યક્ર્મ યોજાયો..
સિંગવડ તાલુકા પંચાયતના આઈ.સી.ડી.એસ શાખા ઘટક 1 દ્વારા પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ રણધીપુર આંગણવાડી 3 ખાતે યોજવામાં આવ્યું હતું.
સીંગવડ તા. ૯
સિંગવડ તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા ઘટક 1 નો સેજા કક્ષાનો પોષણ ઉત્સવ 2024 અંતર્ગત ટી એચ આર (માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ )અને મિલેટ (શ્રી અન્ન )માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન તારીખ 8 1 2024 ના રોજ આંગણવાડી કેન્દ્ર રણધીપુર 3 ખાતે સવારે 10:30 કલાકે રણધીપુર ઇન્ચાર્જ સરપંચ બારીયા પ્રવીણભાઈ સનાભાઇ ની અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો જેમાં સિંગવડ તાલુકા પંચાયત સદસ્ય કિશોરી ક્રિષ્નાબેન ચતુરભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી મેડિકલ ઓફિસર શોભનાબેન ખરાડી ડેરી ચેરમેન પટેલ રવેશીંગભાઈ સરતનભાઈ એસ.એમ.સી ચેરમેન કિશોરી મુકેશભાઈ રૂપાભાઈ મુખ્ય સેવિકા ચૌહાણ ભગવતીબેન બી તથા ગામના નાગરિકો મહિલાઓ અને બાળકો અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોષણ ઉત્સવ વિશે આંગણવાડી બહેનો દ્વારા આપવામાં આવી હતી અને બાળકોને કેવા પોષણયુક્ત આહાર આપવા તેના માટે સમજણ આપવામાં આવી હતી જ્યારે સરકાર માંથી મળતા પોષણ આહાર વિશે પણ માહિતી આપવામાં આવી હતી.