![દાહોદ નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ મળે તે માટે પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા દરખાસ્ત પર સહી કરી સુપ્રત કરતા કર્મચારીઓમાં આનંદ ફેલાયો..](https://dahodlive.com/wp-content/uploads/2025/01/IMG-20250107-WA0010-770x377.jpg)
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ મળે તે માટે પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા દરખાસ્ત પર સહી કરી સુપ્રત કરતા કર્મચારીઓમાં આનંદ ફેલાયો..
દાહોદ તા. ૭
દાહોદ નગરપાલિકા કર્મચારી મહામંડળ સંપૂર્ણ સક્રિયતાથી પોતાના કામમાં જોતરાઈ ગયેલ છે.નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ અને ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ આજે તમામ પ્રકારની પૂર્તતા કરી કર્મચારી મહામંડળની માંગણી અનુસાર સાતમા પગાર પંચની દરખાસ્ત મહામંડળના પ્રમુખને તમામ કર્મચારીઓની હાજરીમાં સોંપતા અને એકબીજા વચ્ચે સહયોગ કરી ઉપલી કચેરીએ રવાના કરાતા સમગ્ર કર્મચારી મંડળે ભારત માતાકી જય નો જયઘોષ કરી અને પાલિકાના આ પગલાંને વધાવી લીધું હતું
નગરપાલિકા દાહોદ કર્મચારી મહામંડળના પ્રમુખ પિંકલ નગરાલાવાલા એ સમગ્ર કર્મચારીઓનો તથા ખાસ કરીને નગરપાલિકાના કાઉન્સિલરો,હોદ્દેદારો અને ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓની લાંબા સમયની પડતર માંગણીને સમજી આ બોડીએ દરખાસ્ત તૈયાર કરતા સૌમાં એક પ્રકારનો આનંદ ફેલાવવા પામ્યો છે.નગરપાલિકાના સંબંધીતો દ્વારા સાતમા પગાર પંચની દરખાસ્ત તૈયાર કરી અને આગળની કાર્યવાહી માટે મોકલી અપાતા હવે કર્મચારીઓને ક્યારથી સાતમાં પગાર પંચ અમલમાં આવશે તેની કાગડોળે રાહ જોવાઇ રહી છે.