Wednesday, 22/01/2025
Dark Mode

દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું પ્રાંત અધિકારીને આવેદન…

December 31, 2024
        2693
દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું પ્રાંત અધિકારીને આવેદન…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું પ્રાંત અધિકારીને આવેદન…

દાહોદ તા.૩૧

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ડોમેસ્ટીક એરપોર્ટનો છેલ્લા લાંબા સમયથી ઝાલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકો વિરોધ કરી રહ્યાં છે ત્યારે તેઓના સમર્થનમાં ઝાલોદ તાલુકા કોગ્રેસ સમિતિ મેદાનમાં ઉતરી છે જેના ભાગરૂપે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ડોમેસ્ટિક એરપોર્ટને રદ્દ કરવામાં આવે તેમજ ગ્રામીણ વિસ્તારોના ખેડુતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી રજુઆત સાથે જાે ડોમેસ્ટીક એરપોર્ટ રદ્દ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિનધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઝાલોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદ તાલુકાના ગામોમાં ગરીબ આદિવાસીઓની જમીન છીનવી લઈ સરકાર શ્રી દ્વારા વિકાસના નામે માછણ નાળા જળાશય યોજના, એ બાદ કાલી ટુ જળાશય યોજના, તે બાદ દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવે અને હવે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવી આદિવાસી ખેડૂત ખાતેદારોને બરબાદ કરી નાખવાનું જે ષડયંત્ર કરવામાં આવેલ છે. જાે ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવામાં આવે તો ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો સરકારશ્રી દ્વારા વારંવાર વિકાસના નામે જમીન છેલ્લી લેવામાં આવતા ગરીબો પાસે અન્ય કોઈ જમીન ન બચતા આદિવાસી ખેડૂતોને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બને તેમ છે. અને ખેડૂત ખાતેદારો આદિકાળથી સંયુક્ત પરિવારમાં રહેતા જઈ આવેલ છે તે પરિવારો વેરવિખેર થઈ જશે. ખેડૂતોની રૂઢિ અને પ્રણાલીઓ તૂટી જશે. આદિવાસી તરીકેની ઓળખ ભુસાઈ જશે અને અન્ય કોઈ વિકલ્પ ન બચતા ખેડૂતો ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાઈ જતા આદિવાસી ખેડૂત પરિવારો બરબાદ થઈ જશે જે અંતર્ગત આદિવાસી ખેડૂત પરિવારોના અને બાળકોના ભવિષ્યની ચિંતા કરી ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપક્રમે ડોમેસ્ટિક એરપોર્ટ નો વિરોધ કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આપવામાં આવેલ હતું. જે અંતર્ગત ઝાલોદ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી એ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા ફક્ત જંગલની જમીનમાં જ એરપોર્ટનું કામ કરવાનું કહી ટાઢાગોળા અને શારદા ગામની જંગલની જમીનનું સર્વે કરવામાં આવેલ છે. આ એરપોર્ટ માટે ૪૧૯૦ એકર જમીનની જરૂરિયાત હોય અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી સરકાર શ્રી દ્વારા ફક્ત ૧૦૧૮ એકર જંગલની જમીનનું સર્વે કરાવેલ છે જાે ડોમેસ્ટિક એરપોર્ટ માટે ૪૧૯૦ એકર જમીનની જરૂરિયાત હોય તો ખૂટતી ૩૦૭૨ એકર જમીન સરકાર ક્યાંથી લાવશે એ જ મોટો પ્રશ્ન છે.ખેડૂતો સર્વેનો વિરોધ ન કરે તે માટે ફક્ત જંગલની જ જમીન લેવાની છે કહી જંગલમાં પગ પસેરો કરી દીધેલ છે. પરંતુ જંગલની જમીનમાં અમારા ઢોરઢાખર નું નિર્વાહ ચાલતું હોઈ અમો ખાનગી જમીન તો અલગ પરંતુ જંગલની જમીન પણ એક ઈચ આ એરપોર્ટ માટે આપવા માટે તૈયાર નથી. જાે સરકાર જબરજસ્તીથી જમીન છીનવવાની કોશિશ કરશે તો આવનાર સમયની અંદર સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂત ખાતેદારો અને બોર્ડરે આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ ને એક કરી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. કેમ ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ડાંગી એ જણાવ્યું હતું.

 

—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!