રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મંડળ પ્રમુખ માટેનો જંગ આઠ જેટલા ઉમેદવારોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી..
ગરબાડા તા. ૧૦
ગરબાડા મંડળ પ્રમુખ માટેની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતા દાહોદ કમલમ ખાતે તારીખ 8 અને 9 ડિસેમ્બર ના રોજ મંડળ પ્રમુખ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા તાલુકાના મંડળ પ્રમુખ માટે આઠ જેટલા ગરબાડા ભાજપના કાર્યકર્તાઓ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરીએ તો
પ્રતિકકુમાર લલિતભાઈ પરમાર
શૈલેશભાઈ કનુભાઈ ભાભોર
નાથાભાઈ અભેસિંહ બારીયા
ઉમેશભાઈ ગોપાળભાઈ કટારા
ભાવેશકુમાર ધીરજલાલ સોની
પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ
સંદિપસિંહ માનસિંહ રાઠોડ
હિતેષકુમાર ફતેસિંહ સોલંકી દ્વારા ગરબાડા મંડળ ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે દાવેદારી નોંધાવનાર કાર્યકર્તાઓમાં આપણે પ્રખ્યાત ચહેરા ની વાત કરીએ તો પ્રથમ નંબરે પ્રબળ દાવેદાર ગરબાડા ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ આવે છે ગરબાડા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તમ કામગીરી કરી કરી છે બીજા નંબરે વાત કરીએતો ગરબાડા ભાજપના મહામંત્રી હિતેશભાઈ સોલંકી જેવો તાલુકા સહિત જિલ્લામાં પણ પોતાની છાપ ધરાવે છે. અને ત્રીજા નંબરે વાત કરીએ તો ગત વિધાનસભામાં ધારાસભ્ય માટે દાવેદારી નોંધાવનાર નઢેલાવ ગામના શૈલેષભાઈ ભાભોર છે જે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યના પદ માટે ચૂંટણી લડીને કોંગ્રેસને પછાડીને તેઓએ પોતાની આગવી એક ઓળખ ઊભી કરી છે અને ગરબાડા ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. બીજા પણ યુવા ચહેરાવો છે જેવો પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને મન મૂકીને સંગઠનનું કામ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ગરબાડા ભાજપ મંડળ પ્રમુખ માટે મહુડી મંડળ કોના ઉપર કળશ ઢોળશે ગરબાડા પ્રમુખ માટે નવો ચહેરો આવશે કે પૂર્વ પ્રમુખ પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ રીપીટ થશે તે તો આવનારો સમય જ બતાવશે..