દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામે રીંછના હુમલામાં એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત: સારવાર અર્થે દાહોદ ખસેડાયો..
દાહોદ તા 04
દેવગઢ બારિયા વિસ્તારમાં ગીચ જંગલ વિસ્તાર હોવાથી અહીં રીંછની વસ્તી વધુ છે. જેમાં આજે દેવગઢ બારીયા તાલુકામાં રીંછ ના હુમલાની ઘટના બની. વહેલી સવારે મકાઈ નો પાક સાચવવા ગયેલ 36 વર્ષીય યુવક પર ભુવાલ ગામે રીંછે હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
મોજે ભુવાલ ગામના 36 વર્ષીય યુવાન રામસીંગભાઈ જશુભાઈ પટેલ વહેલી સવાર પોતાના ખેતર મા મકાઈ નો પાક સાચવા ગયા હતા. તે સમયે વન્ય પ્રાણી રીંછે અચાનક હુમલો યુવાન પર હુમલો કર્યું. રીંછના હુમલામાં યુવકને માથા ના તથા જમણી બાજુ આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. તથા જમણો હાથ ફેક્ચર,જમણા પગે ઇજા તથા ડાબી બાજુ હાથ ની હથેળી ના તથા ડાબી બાજુ ના પગ ના ડિચણ ના ભાગે ઇજા પહોંચાડી.ઘટનાની જાણ પરિવારને અને આસપાસના લોકોને થતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે બારીયા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જોકે વધારે ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા.દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.