રાજેશ વસાવે :- દાહોદ
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ*
*શાળાના બાળકોને બંધારણ બાબતે માહિતી માહિતગાર કરી બાળકોને શાળામાં શિસ્ત પાલન કરવાનું આહ્વાન કરાયું*
સુખસર,તા.26
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં 26 નવેમ્બર નિમિત્તે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સૌપ્રથમ બાળકોને શાળાના ગુરુજીઓ દ્વારા બંધારણ વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં બંધારણ એટલે શું? બંધારણ ઘડવાની શરૂઆત 9/12/1946 ના રોજ થઈ હતી.બંધારણ ઘડતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો.166 વાર મીટીંગો મળી હતી.26/ 11/1949 ના દિવસે 284 સભ્યોની સહી સાથે બંધારણનો સ્વીકાર થયો હતો.26/11/1950 ના દિવસે બંધારણનો અમલ થયો હતો.મૂળ બંધારણ અંગ્રેજી અને હિન્દી બે ભાષાઓમાં લખેલું છે.મૂળ બંધારણ 16 ઈંચ પોળો 22 ઇંચ લાંબુ છે.બંધારણ ઘડવાનો ખર્ચ અંદાજિત 64 લાખ રૂપિયા થયો હતો.બંધારણ ની શરૂઆત આમુખથી થાય છે તેના મુખ્ય પેજ પર રાષ્ટ્રમુદ્રાની નિશાની છે. રાષ્ટ્રીય નારો જય હિન્દ છે,રાષ્ટ્રીય વાક્ય સત્યમેવ જયતે છે જેવી બાબતોની જાણકારી આપવામાં આવી હતી.અને ત્યારબાદ આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર ચિત્ર સ્પર્ધા અને અક્ષર લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી.તથા પ્રાર્થના સંમેલનમાં બંધારણ વિશે જે ચર્ચા કરી હતી તેના આધારે રિસેસના સમયે 25 માર્કના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો અને પ્રથમ,દ્વિતીય અને ત્રીજો નંબર મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું.સાથે બંધારણ એટલે કે કાયદો નિયમ તો શાળામા પણ શાળાના નાનકડા બંધારણ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાલીની ફરજો,બાળકોની ફરજો અને શિક્ષકો ની ફરજો વિશે માહિતી તૈયાર કરવામાં આવી હતી.અને બાળકોને ઘરે રહેવાનું હોય તો પોતાના વર્ગ શિક્ષક અથવા આચાર્યને ફોનથી જાણ કરવી,નજીકના વિદ્યાર્થીઓ દ્વારા રજા ચિઠ્ઠી મોકલવી અને પોતાના ભાઈબંધ દ્વારા પોતાના વર્ગ શિક્ષકને મેસેજ મોકલવો આ ત્રણ બાબતો વગર કોઈ બાળક ગેરહાજર રહે તો એને નાનકડા દંડની જોગવાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું.અને આ બે રૂપિયાના દંડથી માસ દરમિયાન એક પણ દિવસ ગેરહાજર ન રહેતા બાળકો સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રીતે બંધારણ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.