Friday, 06/12/2024
Dark Mode

લીમખેડા પોલીસ રાત્રી દરમિયાન થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર….

November 7, 2024
        477
લીમખેડા પોલીસ રાત્રી દરમિયાન થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર….

લીમખેડા પોલીસ રાત્રી દરમિયાન થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર….

દાહોદ તા. 06

લીમખેડા પોલીસ રાત્રી દરમિયાન થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજ નજર....

લીમખેડા નગરમાં રાત્રીના સમયે ચોરીની પ્રવૃત્તિ કરવાનું વિચરાનારા તત્વોના મનસુબા પુરા નહી થઇ શકે તે માટે લીમખેડા પોલીસ હવે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી સજ્જ બની છે. ચોરી કરવાના ઈરાદે આવતા તસ્કરોને ઝડપી પાડવા પોલીસે રાત્રી દરમિયાન ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યુ છે.

દાહોદ જિલ્લામા હાલ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રાત્રી દરમિયાન ચોરી કરવાના ઈરાદે આવતી તસ્કર ટોળકી બંધ મકાનોને નિશાન બનાવી રહી હોવાની ઘટનાઓ બનવા પામી છે. લીમખેડા પોલીસની સતર્કતા અને નાઈટ પેટ્રોલીંગના કારણે લીમખેડા નગરમા તસ્કરોના ચોરી કરવાના મનસુબા સફળ થયા નથી, લીમખેડા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સંદિપ વસાવા દ્વારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાત્રી દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામા આવી રહ્યુ છે, સાથે લીમખેડા પોલીસે ચોરીની ઘટનાઓ ન બને અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાનમા રાખીને આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ શરુ કર્યો છે.

લીમખેડા પોલીસ હવે થર્મલ ઈમેજ નાઈટ વિઝન હાઈટેક ડ્રોન કેમેરાથી સમગ્ર લીમખેડા વિસ્તારમા સર્વેલન્સ કરી રહી છે. રાત્રી દરમિયાન તસ્કરોની ગતિવિધિઓ પર ડ્રોન કેમેરા મારફતે બાજ નજર રાખી રહી છે, પોલીસ દ્વારા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન મારફતે, રેલ્વે ટ્રેક, હાઈવે રોડ, ચિત્રકુટ સોસાયટી, માર્કેટ રોડ, શ્રીજી નગર, ઝાલોદ રોડ, આર્ટસ કોલેજ, હડફ નદી કાંઠા વિસ્તાર સહિતના તમામ વિસ્તારમાં ડ્રોન મારફતે નજર રાખવામા આવી રહી છે. સાથે પોલીસ દ્વારા વધારાના પોલીસ પોઈન્ટ પણ ગોઠવવામા આવ્યો છે. રાત્રિ દરમિયાન બાઈક પેટ્રોલિંગમાં પણ વધારો કરવામા આવ્યો છે, લીમખેડા પોલીસ તસ્કરોને ઝડપી પાડવા સંપૂર્ણ સજ્જ બની છે, જેના કારણે નગરજનો પોતાની સુરક્ષાને લઈને નિશ્ચિત બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!