
આસોમાં અષાઢી જેવો માહોલ:દાહોદમાં વરસાદી માહોલ જામ્યુ, પંથકમાં વરસાદથી ટાઠક જામી..
દાહોદ તા. ૧૩
દાહોદ જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ, વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદ,લીમખેડા, લીમડી, દેવગઢ બારીઆ, સીંગવડ સહિતના વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના પગલે આસોમાં અષાઢી જેવો માહોલ હોય તેવું જોવા મળ્યું હતું.
ગુજરાતમા વરસાદે ફરી એકવાર પધરામણી કરી છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી હતી કે, 12મી ઓક્ટોબર થઈ 16 ઓક્ટોબર સુધી રાજયમા વરસાદ વરસી શકે છે, જે આગાહીના પગલે આજે દાહોદ જીલ્લાના વાતાવરણમા પલ્ટો આવ્યો હતો, વહેલી સવારથી સમગ્ર જીલ્લામા વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ,
સવારના 10 વાગ્યાથી જીલ્લાના લીમખેડા, લીમડી, દેવગઢ બારીઆ, સીંગવડ સહિત દાહોદ શહેરમા વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી.