
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં યુવાને પોતાના ઘરના માળિયાના ભાગે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર…
ગરબાડા નગરના નીચવાસમાં વિસ્તારની બાજુમાં આવેલ વેડ ફળિયામાં રહેતા જીગરભાઈ નામક યુવકે આત્મહત્યા કરી લેતા તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી
ગરબાડા તા. ૮
મળતી વિગતો અનુસાર જીગરભાઈ એ પોતાના ઘરે માળિયામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જીગરભાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણ વાયુવેગે ફરતા આજુબાજુના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને આત્મહત્યા કરી હોવાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને માળિયા પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ગરબાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે યુવક કે કેમ આત્મહત્યા કરી છે.? તે હજી જાણવા મળ્યું ન હતું. હાલ પોલીસે અકસ્માતના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..