બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા એકલ વિદ્યાલય દ્વારા મોટા નટવા સંચમાં ખેલ પ્રતિ યોગીતા યોજાઈ*
*વિવિધ રમત સ્પર્ધાઓમાં વિદ્યાલય ખાતે પ્રથમ નંબર મેળવેલ બાળકોની સંચ લેવલે નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરુણા ખાતે સ્પર્ધા યોજવામાં આવી*
*સ્પર્ધામાં વિજેતા બાળકોને વિવિધ પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું*
સુખસર,તા.7
સંભાગ ગુજરાત અને અચલ દાહોદ પ્રેરિત ફતેપુરા તાલુકાના મોટા નટવા સંચમાં 30 જેટલા એકલ વિદ્યાલય એટલે કે બાળ સંસ્કાર કેન્દ્રો ચાલે છે.જેમાં બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય આચાર્ય ભાઈ બહેનો કરી રહ્યા છે. કારણ કે અત્યારના સમયમાં શિક્ષણ સાથે સંસ્કારની ખૂબ જ જરૂરિયાત છે.આ વિદ્યાલય પર વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં 100 મીટર 200 મીટર 600 મીટર દોડ લાંબી કુદ,ઉંચી કુદ અને કબડ્ડી સ્પર્ધાઓમાં વિદ્યાલય પર પ્રથમ નંબર મેળવેલ બાળકોની સંચ લેવલે નાલંદા પબ્લિક સ્કૂલમાં સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ વંદના કરવામાં આવી હતી.ત્યારબાદ ખેલ સ્પર્ધા વિશે માહિતી અને સૂચનાઓ આપવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકીને વિવિધ સ્પર્ધા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.બાળકોએ ખૂબ ઉત્સાહથી જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયેલા બાળકોને અચલ દાહોદ લેવલે ભાગ લેવા જશે તેવી જાણકારી આપવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં જિલ્લામાંથી શંકરભાઈ નીનામા,મુકેશભાઈ સંચ અધ્યક્ષ, શંકરભાઈ કટારા,આચાર્ય નિરૂબેન બારીયા,લલિતભાઈ કટારા,લાલાભાઇ મહિડા,પંકજભાઈ,જીગ્નેશભાઈ હાજર રહ્યા હતા,તથા નીનામા,
મુકેશભાઈ,નીરૂબેન અને શંકરભાઈ કટારા દ્વારા બાળકોને રમતનું મહત્વ, રમત રમતી વખતે શું કાળજી રાખવી જોઈએ?સાચા ખેલાડીમાં કેવા ગુણો હોવા જોઈએ?જેવી બાબતોની માહિતી આપવામાં આવી હતી.ભાગ લેનાર 195 બાળકોને નોટબુક અને પેન આપવામાં આવી હતી.તથા પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ચોપડો અને પેન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને લીંબુ શરબત અને બટાકા પૌવા નાસ્તાનું આયોજન પણ સૌ આચાર્ય ભાઈ બહેનોએ સાથે મળીને એકબીજાના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.આ રીતે મુજબ સુંદર રીતે ખેલ પ્રતિ યોગીતા યોજવામાં આવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.