બાબુ સોલંકી :- સુખસર
*રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે દાહોદ જિલ્લામાં 4 નવીન 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.*
સુખસર,તા.4
108 મેડિકલ ઈમરજન્સી સેવાએ અત્યારના સમયમા કોઈ પણ નાગરીક માટે અજાણ્યું નામ નથી.અને કોઈ પણ મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે.હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામા વધારા માટે કાર્ય અવધિ પૂર્ણ થયેલ હોય તેવી એમ્બ્યુલન્સની જગ્યાએ નવી 100 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે.તેમાંથી દાહોદ જિલ્લામા 4 નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ 108 એમ્બ્યુલન્સ આપેલ છે.
આ નવી આપેલ એમ્બ્યુલન્સનું આજરોજ તારીખ 04/10/2024 ને નવરાત્રીના દ્વિતીય દિને દાહોદ ખાતે માન. રાજ્યકક્ષા ના મંત્રી બચુભાઈ ખાબડ,માન.સાંસદ જશવંતસિંહ ભાભોર,માન. દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,માન. કલેકટર યોગેશ નિરગુડે,માન. ડીડીઓ સાહેબ ઉત્સવ ગૌતમ તથા માન.CDHO સાહેબ ડૉ. યુ. કે.તિલાવત,પ્રોગ્રામ મેનેજર ધર્મેન્દ્રસિંહ પુવાર અને દાહોદ જિલ્લાના એક્ઝિક્યુટિવ મનોજકુમાર વિશ્વકર્મા,જીજ્ઞેશ પ્રજાપતિ તથા યોગેન્દ્રસિંહ ચાવડા તથા દાહોદ જીલ્લાની 108 ટીમ ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હાલ દાહોદ જિલ્લામાં કુલ 32 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવામાં કાર્યરત છે.આ 4 નવીન એમ્બ્યુલન્સ થી દાહોદ જિલ્લાની જનતાની સેવા પૂરી પાડવા 24×7 ઉપલબ્ધ રહેશે.