રાહુલ ગારી :- ગરબાડા
2 ઓગસ્ટ ગાંધી જયંતિ નિમિતે મંડોર કાકડખીલા અને ભાણપુર ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું
2 ઓક્ટોબર નિમિત્તે તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા નું આયોજન થતું હોય છે.
રાહુલ ગારી ગરબાડા
મંડોર કાકડખીલા ભાણપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે મહાનુભાવો નાયબ તાલુકા વિકાસ અધિકારી હરીશ જાદવ તેમજ તલાટી કમ મંત્રી વિપુલ ચૌધરી તેમજ મંડોર પી.એચ.સી ના ડોક્ટર નિતલ પટેલ અને સી.એસ.ઓ અને એમ.પી.એચ.ડબલ્યુ તેમજ સરપંચ ની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતો માં ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું
અને તેમાં મનરેગા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પૂરતું માર્ગદર્શન પાડવામાં આવેલ તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબી રોગ વિશે તેમજ લેપ્રસી રોગ વિશે તેમજ વાહકજન્ય રોગો જેવા કે મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા રોગો વિશે તેમજ સિકલસેલ વગેરે રોગ વિશે સવિસ્તાર લોકોને માહિતગાર કરવામાં આવ્યું હતું.