બાબુ સોલન્કી :- સુખસર
*શ્રી સહજાનંદ ગૃપ ઓફ કોલેજ સંતરામપુર માં હિન્દી દિવસની ઊજવણી કરાઈ*
*તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 14 સપ્ટેમ્બર 1953 ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવા ઘોષણા કરી હતી*
સુખસર,તા.14
આજરોજ સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી વિભાગ ના અધ્યક્ષ અને ઈ.સી મેમ્બર ડૉ.બી કે.કલાસવા મુખ્ય મહેમાન બન્યા હતા.ડૉ બી.કે કલાસવાએ જણાવ્યું કે, ૧૪મી સપ્ટેમ્બર એ દરેક ભારતીય માટે ખરેખર ગર્વનો દિવસ છે.આખા દેશને એક કરતી ભાષા હિન્દીનો આ દિવસ છે.વિવિધ પ્રદેશોમાં લોકોનો ખોરાક, જીવનશૈલી,પહેરવેશ,શારીરિક રચના, વિચારધારા પણ અલગ-અલગ છે. હિન્દી ભાષા વિવિધ પ્રદેશોના લોકોના હૃદયના અંતરને ઓછું કરી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે.અને તેની ફળશ્રૂતિ રૂપે આજે વિશ્વના અનેક દેશોમાં લોકો હિન્દી ભાષાથી પરિચિત થઈ રહ્યા છે.
ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઈ.સ ૧૪ સપ્ટેમ્બર,૧૯૫૩ના રોજ હિન્દી દિવસની દર વર્ષે ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.આઝાદીના બે વર્ષ પછી ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણ સભામાં સર્વસંમતિથી હિન્દીને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી હતી.અંગ્રેજી અને મેન્ડરિન પછી હિન્દી એ વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે તેમ જણાવ્યું હતું.
જ્યારે મુખ્ય વક્તા તરીકે ડૉ. મહેશભાઈ ખાંટ દ્વારા પોતાની આગવી શૈલીમાં હિન્દી ભાષાનું મહત્વ સમજાવતા કહ્યું કે “હિન્દી હમારી શાન હૈ,દેશ કા અભિમાન હૈ,હિન્દી સે હિન્દુસ્તાન હૈ,જન જન કી ભાષા હૈ હિન્દી,દેશ કી ભાષા હૈ હિન્દી” તેમજ હિન્દી ભાષાનું જતન,રક્ષણ અને સંવર્ધન કરવું એ આપ સૌની જવાબદારી છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે હિન્દી ભાષામાં નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો.
અંતે કોલેજના આચાર્ય ડૉ. સંજય પારગી આજના મુખ્ય મેહમાન અને અધ્યક્ષ તેમજ વક્તાનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.મેહુલ તાવિયાડે કર્યું હતું.જેમાં તમામ અધ્યાપક સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.