સિંગવડ તાલુકામાં વધારે વરસાદથી મંડેર જવાનો બારીયા ઘાટો ધોવાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી..
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકામાં વરસાદ વધારે વરસતા મંડેર હાંડી અગારા નાની સંજેલી બરોડા માતાના પાલ્લા વડાપીપળા અનુપપુરા વગેરે ગામમાં જવા માટે ભમરેચી માતાના મંદિરે થઈને કબૂતરી નદીમાં થઈને જવાતું હોય છે પરંતુ વધારે વરસાદ પડવાથી આ કબૂતરી નદી ના નાળા ઉપરથી પાણી જતા આ રસ્તો બંધ થઈ જતો હોય છે જ્યારે આ ગામડાઓમાં જવા માટે મલેકપુર રંધીપુર થઈને બારીયા ઘાટા તરફ જતા રસ્તા ઉપર થઈને જવાતું હોય છે પરંતુ આ બારીયા ઘાટા ઉપર મોટા ખાડા પડી જતા અને રસ્તો ધોવાઈ જતા અને મોટા મોટા પથ્થરો રસ્તાની વચ્ચે આવી જતા વાહનચાલકોને જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે બારીયા ઘાટા પરથી મોટરસાયકલ જેવા પણ વાહનો નીકળી શકતા નથી જ્યારે ફોરવીલર વાહનો તો ઉપર ચડીને પાછા પડતા મોટો એક્સિડન્ટ થઈ શકે તેમ છે જ્યારે ઘણી વખત તો ફોરવીલર ગાડીઓ અડધા રસ્તા ઉપર ઉભી રહી જતી હોય છે અને પાછી પડતી હોય છે જેના લીધે સાઈડમાં મોટો ખાડો હોવાથી આ ખાડામાં આ વાહનો પડી શકે તેમ લાગી રહ્યું છે જ્યારે બારીયા ઘાટા ને સરકારી તંત્ર દ્વારા આજદિન સુધી પડેલા મોટા ખાડાઓ તથા પથ્થરોને હટાવવામાં નહીં આવતા ત્યાંથી નીકળતા વાહનચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે આ બારીયા ઘાટા પરથી વાહનચાલકો નહીં જતા તેમને સંજેલી તથા પિછોડા ચોકડી થઈને સુરપુર થઈને ખૂબ લાંબુ ફરીને પાછું જે તે ગામડામાં જવાનો વારો આવતો હોય છે માટે આ ગામોમાં ના લોકોની બારીયા ઘાટા ના ફટાફટ ખાડા પૂરીને પથ્થરો હટાવીને વ્યવસ્થિત કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જ્યારે આ બારીયા ઘાટા ને લગતા સરકારી અધિકારીઓ દ્વારા રસ્તો ફટાફટ ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે.