સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે ચિલોટા નદીનો નાળો ધોવાયો,
સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે ચિલોટા નદી ઉપર બાંધવામાં આવેલા નાળુ ધોવાઈ જતા ત્યાંથી નીકળતા ગામવાસીઓને નીકળવામાં મુશ્કેલીઓ સર્જાઈ છે.
સીંગવડ તા. ૧૧
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર થી ચિલોટા નદી પરથી પ્રતાપપુરા થઈને સંજેલી જવા રસ્તા ઉપર 2023માં સરકાર દ્વારા નાળુ બનાવીને તેના ઉપર આરસીસી કરવામાં આવ્યું હતું જ્યારે આ નાળા પરથી થોડા સમય પહેલા સંજેલી જવા માટે રાઠોડના ડુંગરપુર ના નાગરિકોને અવર-જવર પણ થતી હતી પરંતુ હમણાં થોડા સમય પહેલા વરસાદ વધારે પડવાથી આ નાળા પરથી આરસીસી વાળો રપટ ધોવાઈ જતા આ રસ્તા ઉપર થઈને જે રાઠોડના ડુંગરપુર ના લોકોને સંજેલી જવા ઉપયોગી બનતો હતો તે રસ્તો તૂટી જતા આ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે જ્યારે આ નાળાને બાંધીને હજુ એક વર્ષ જેવું થવા આવ્યું ત્યાં તો આ નાળા ઉપરનો આરસીસી ધોવાઈ ગયો અને નાળા ત્યાં ને ત્યાં રહી ગયા મતલબ કે કેટલું તકલાદી કામ થયું તેમ લોકોમાં ચર્ચા ચાલી રહી છે આ રસ્તો રાઠોડ ના ડુંગરપુર ના નાગરિકોને જવાનો બંધ થઈ જતા તેમને ફરી ફરીને સંજેલી જવાનો વારો આવ્યો છે જ્યારે આ નાળા પર પાણી નહિ હોય તો ગ્રામ લોકોને તૂટેલા નાળા પરથી જવા મજબૂર થવું પડે છે માટે આજે ચિલોટા નદી પરના નાળા માટે જે પણ અધિકારી કે સ્થાનિક નેતાઓ દ્વારા આ ધોવાયેલા નાળા પર ના રપટ ફરીથી ફટાફટ નવેસરથી નાળુ બનાવવામાં આવે તેવી રાઠોડના ડુંગરપુર ના લોકોની માંગ છે.