રાજેશ વસાવે :- દાહોદ
બિરસા મુંડા ચોક પર ભેગા થયેલા કોંગી નેતાઓએ ભાજપ તેમજ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કર્યા..
સ્માર્ટ સિટી દાહોદમાં રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને લઇ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન.
દાહોદ તા. 04
સ્માર્ટ સિટી દાહોદમાં ઠેર ઠેર રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઇ આગામી ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ સંદર્ભે દાહોદ વાસીઓને પટ્ટી હાલાકી ને ધ્યાને લઈ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બિરસા મુંડા ચોક બેનરો સાથે ભાજપ તેમજ નગરપાલિકા વિરોધી સૂત્રોચાર કર્યા હતા.જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જોકે પોલીસે ઉપરોક્ત કોંગ્રેસના લોકોને અટકાવી વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ દાહોદ શહેરના વિવિધ રસ્તાઓ પર પડેલ ખાડાઓને લઈ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે સાથે નગરપાલિકાની કામગીરી સામે પણ વિરોધ કર્યો હતો. આજરોજ બિરસા મુંડા સર્કલ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ,શહેર પ્રમુખ આશિફ સૈયદ તેમજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પદાઅધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ ભેગા મળી હાય રે ભાજપ હાય હાય, હાય રે મોદી હાય હાયના નારા લગાવ્યા હતા સાથે સાથે નગરપાલિકા વિરુદ્ધ પણ સૂત્રોચાર કર્યા હતા.