Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરાના હિંગલા ગામે ભારે વરસાદને પગલે નિંદર માણી રહેલ દંપતી પર મકાન ધરાશાયી, કાટમાળમા દબાઈ પતિનું મોત, પત્નીનો બચાવ.

September 4, 2024
        393
ફતેપુરાના હિંગલા ગામે ભારે વરસાદને પગલે નિંદર માણી રહેલ દંપતી પર મકાન ધરાશાયી, કાટમાળમા દબાઈ પતિનું મોત, પત્નીનો બચાવ.

ફતેપુરાના હિંગલા ગામે ભારે વરસાદને પગલે નિંદર માણી રહેલ દંપતી પર મકાન ધરાશાયી, કાટમાળમા દબાઈ પતિનું મોત, પત્નીનો બચાવ.

દાહોદ તા. 04

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાવા હિંગલા ગામે ભારે વરસાદને પગલે એક કાચુ મકાન ઘરાશાઈ થઈ જતાં ઘરમાં ઉંઘી રહેલ એક 43 વર્ષિય વ્યક્તિ પડી ગયેલ ઘર નીચે દબાઈ જતાં મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોમા શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

 

દાહોદ જિલ્લામાં મેઘરાજાને તોફાની બેટિંગ કરતા ઠેર ઠેર વરસાદી પાણીથી નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારા ફતેપુરા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ફતેપુરામાં ધોધમાર વરસાદને પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં ત્યારે બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે ફતેપુરાના હિંગલા ગામે રાત્રીના ચારેક વાગ્યાના આસપાસ હિંગલા ગામે કાછલા ફળિયામાં રહેતાં રસીલાબેન મનસુખભાઈ ભાભોર તથા તેમના પરિવારજનો ઘરમાં મીઠી નીંદર માણી રહ્યાં હતાં તે સમયે અચાનક તેઓનું કાચુ ઘર પવન સાથે વધુ વરસાદ પડતાં ઘર પડી ગયું હતું જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. કાચુ ઘર પડી જતાં ઘરની નીચે રમીલાબેનના પતિ મનસુખભાઈ વાલજીભાઈ ભાભોર દબાઈ ગયાં હતાં અને તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીનો આબાદ બચાવ થતો હતો, ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકટોળા ઘર તરફ ઉમટી પડ્યાં હતાં. આ સંબંધે રમીલાબેન મનસુખભાઈ ભાભોર દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!