મહેન્દ્ર ચારેલ :- સંજેલી
મહિલા અને તેમના માસુમ પુત્રનો મૃતદેહ કુવામાં કઈ રીતે પડ્યો તે હશે રહસ્ય અકબંધ?
સંજેલીના માંડલી ગામે એક કૂવામાંથી 22 વર્ષીય માતા અને તેમના એક વર્ષીય માસુમ પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર
સંજેલી તા.૦૧
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામેથી એક 22 માતા અને તેમના 11 માસના માસુમ બાળક સાથેના બંનેના મૃતદેહ ગામમાં આવેલ આવેલ એક કૂવામાંથી મળી આવતા ચકચારમાંથી જવા પામી છે.
સંજેલી ના માંડલી ગામે ભમાત ફળિયામાં રહેતા બાવીસ વર્ષીય રેખાબેન પ્રકાશભાઈ ભમાત તથા તેમના એક વર્ષીય માસુમ બાળક આર્ય (કાનો) બંને માતા પુત્રના મૃતદેહ ઘરની નજીક આવેલ એક કૂવામાંથી તારીખ 1 સપ્ટેમ્બર ના રોજ નજરે પડતા પરિવારજનો તેમજ ગ્રામજનો તેમજ ગ્રામજનો કુવા તરફ દોડી ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. બંને માતા પુત્રના મૃતદેહને પોલીસે કૂવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ મહિલાએ પોતાના માસુમ એક વર્ષીય બાળક સાથે કારણોસર કૂવામાં ઝંપલાવ્યું હશે ? તે રહસ્ય હાલ પણ અકબંધ છે પરંતુ જાણવા મળ્યું અનુસાર થોડા દિવસો પહેલા મૃતક રેખાબેનના પતિનું બીમારીને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે મુકેશભાઈ રમણભાઈ બામણીયાએ સંજેલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.