દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો* *હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓફરફ્લો*

*હાઈ એલર્ટ દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા*

દાહોદ તા. ૨૭

વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમ ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે છે.

આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની યાદીમાં જણાવાયું છે. 

૦૦૦

Share This Article