Thursday, 28/03/2024
Dark Mode

વિદેશી દારૂની બદી બેફામ..દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએ પોલીસે રેડ દરમિયાન અઢી લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ પાંચ વાહનો જપ્ત કર્યા.

December 11, 2021
        661
વિદેશી દારૂની બદી બેફામ..દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએ પોલીસે રેડ દરમિયાન અઢી લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ પાંચ વાહનો જપ્ત કર્યા.

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બધી બેફામ..

 દાહોદ જિલ્લામાં પાંચ જુદી-જુદી જગ્યાએ પોલીસે રેડ દરમિયાન અઢી લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તેમજ પાંચ વાહનો જપ્ત કર્યા.

બુટલેગરો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ,

દાહોદ તા.૧૧

 દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો તેમજ ખેપીયાઓ બેફામ બની રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લામાં પાંચ જુદી જુદી જગ્યાએથી પોલીસે પ્રોહી રેડ દરમ્યાન કુલ રૂા. ૨,૪૨,૩૮૦ ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર વાહનો મળી કુલ ૫ વાહનો કબજે કર્યાેંનું જાણવા મળે છે. બનાવને પગલે કેટલાંક ઈસમોને ઝડપી પાડ્યાં ત્યારે કેટલાંક પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યાં છે.

 પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામે રોડ ઉપર ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં સીમલવારા તાલુકામાં રહેતો નારાયણ ગણપત વણઝારા પોતાના કબજાની મોટરસાઈકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો ત્યારે નાકાબંધીમાં ઉભેલ પોલીસે નારાયણભાઈને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૦૨ કિંમત રૂા. ૨૬,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે કરી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ ફતેપુરા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 પ્રોહીનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે ટોલનાકા પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે રહેતો ડુંગરસિંહ મિશ્રુસિંહ રાજપુત પોતાના કબજાની ફોર વ્હીલરમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન નાકાબંધીમાં ઉભેલ પોલીસે ગાડી ઉભી રખાવી ગાડી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૫૨૭ કિંમત રૂા. ૪૪,૨૬૮ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી ડુંગરસિંહની અટકાયત કરી હતી અને પીપલોદ પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રોહીનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના ભીટોડી ગામે ઈન્દૌર નેશનલ હાઈવે ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ પોલીસની નાકાબંધી દરમ્યાન એક નંબર વગરના મોટરસાઈકલનો ચાલક ત્યાંથી પસાર થતાં પોલીસને જાેઈ પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ નજીકથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૬૦ કિંમત રૂા. ૫૪,૨૪૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ કબજે લઈ મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 પ્રોહીનો ચોથો બનાવ પણ ભીટોડી ગામે ઈન્દૌર નેશનલ હાઈવે ખાતે બનવા પામ્યો હતો જેમાં ઉપરોક્ત તારીખેના દિવસે એક નંબર વગરના મોટરસાઈકલના ચાલકે નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ નજીકથી વિદેશી દારૂની બોટલો નંગ. ૩૬૦ કિંમત રૂા. ૫૪,૨૪૦ના પ્રોહી જથ્થા સાથે કતવારા પોલીસે મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 પ્રોહીનો પાંચમો બનાવ પણ દાહોદ તાલુકાના ભીટોડી ગામે પ્રાથમીક શાળા નજીક બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ પોલીસની નાકાબંધી દરમ્યાન એક ઈકો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન નાકાબંધીમાં ઉભેલ પોલીસને જાેઈ ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક સ્થળ પર પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નગં. ૪૩૨ કિંમત રૂા. ૬૩,૩૬૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી ગાડીના ચાલક વિરૂધ્ધ કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!