રાહુલ ગારી :- ગરબાડા
રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગરબાડામાં લાગેલા મીઠાઈના સ્ટોલ તેમજ દુકાનોમાંથી ચેકીંગ….
દાહોદ તા. 18
ગરબાડા નગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડામાં ફૂડ એન્ડ વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને નાસ્તાની દુકાનો ફરસાણની દુકાનો તેમજ ગરબાડા નગરમાં હાથ લારી અને મીઠાઈના સ્ટોલ ઊભા કરેલી તમામ દુકાનો ઉપર મીઠાઈની ગુણવત્તાને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. તેમ જ નાસ્તાની દુકાન ઉપર માવા અને તેલની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત બીજા દિવસે ગરબાડા નગરમાં ચેકિંગ હાથ ધરતા ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા દુકાનદારો તેમજ વેપારીઓમાં ભઈ સર્જાવા પામ્યો હતો. ઉલ્લેખ ન્યાય છે કે રક્ષાબંધનના તહેવારને લઈને દુકાનદારો તગડો નફો રળી લેવા માટે ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા હોય છે.