
રાહુલ ગારી :- ગરબાડા
નેલસુર ઘાટી પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર પર્વની ઉત્સાભેર ઉજવણી કરાઈ..
ગરબાડા તા. ૧૫
આજે તારીખ 15 ઓગસ્ટના રોજ ગરબાડા તાલુકાના નેલસૂર ઘાટી પ્રાથમિક શાળા ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાને ઉજવણી ગરબાડા મામલતદાર શીલાબેન નાયકની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં શાળા ખાતે ધ્વજ વંદન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં વિવિધ શાળાના બાળકો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યો , દેશભક્તિના નૃત્યો, ટીમલી ગરબા, સહિત વિવિધ પ્રસુતિઓ પ્રસ્તુત કરી હતી.
આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના પ્રતિભાશાલી શિક્ષકોને ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આર. એફ.ઓ તેમજ વેટેનરી ડોક્ટર આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ દ્વારા પ્રમાણપત્રો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહા અનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.