સિંગવડ તાલુકાનાહિરાપુર ગામમાં 15 મી ઓગષ્ટ 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા મા આવી
સીંગવડ તા ૧૫
આજ રોજ હીરાપુર ગામના વડીલો,યુવાનો,મહિલાઓ,બાળકો શાળાના શિક્ષકો ની હાજરી મા ઉત્સાહ પુર્વક સન્માનિત .બી.એસ.એફ.જવાન .. વિલેશભાઇ ભગોરાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જ્યારે સી.આઇ.એસ.એફ જવાન નરવતભાઈ ભગોરા દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશ પ્રેમ દર્શાવ્યું હતું જ્યારે આ સાથે આપણા દેશની સરહદો ની દેશનું રક્ષણ કરતા હીરાપુર ગામના બીએસએફ તથા સીઆઇએસએફના જવાનો દ્વારા હીરાપુર ગામે પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે ગામના વડીલ એવા નિવૃત્ત કલેક્ટર કે.જે.ભગોરા દ્વારા સરસ સમજણ આપવામાં આવી હતી સાથે સાથે વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે આ સાથે શાળાના આચાર્ય ડાંગી સાહેબ દ્વારા આવેલા સૌ ગ્રામજનોનું હૃદય પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતુ અને વાલીઓને બાળકોને શિક્ષણ તરફ જાગૃત કરવા આહવાન કરવામાં આવ્યું હતું શાળા સ્ટાફ તરફથી સૌ આવેલા ગામજનો ને ચા નાસ્તા ની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકોને ભણવા પ્રોત્સાહન મળે તે હેતુ થકી ગામના જાગૃત યુવાનો મહિલાઓ દ્વારા બાળકોનુ સન્માન કરી તમામ બાળકો ને દફતર નુ વિતરણ કરી આપણી નૈતિક ફરજનો સંદેશો આપ્યો હતો. વિશેષ ઉપસ્થિત…ગામના નાના ફોજી વેશભુશા મા આવેલા કમાન્ડોએ પ્રમુખશ્રી નુ પાઇલોટીગ કરી ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.