Friday, 25/06/2021
Dark Mode

દાહોદ:કોરોના કાળમાં નાના વેપારીઓની હાલત કફોડી બની:સ્વૈચ્છિક લોકડાઉનમાં પરિવારનું ગુજરાન ચલાવવા બીજો ધંધો કરવા મજબુર થયાં 

May 12, 2021
        461
દાહોદ:કોરોના કાળમાં નાના વેપારીઓની હાલત કફોડી બની:સ્વૈચ્છિક લોકડાઉનમાં પરિવારનું ગુજરાન ચલાવવા બીજો ધંધો કરવા મજબુર થયાં 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

કોરોના કાળમાં નાના વેપારીઓની હાલત કફોડી બની:સ્વૈચ્છિક લોકડાઉનમાં પરિવારનું ગુજરાન ચલાવવા બીજો ધંધો કરવા મજબુર થયાં 

 સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન નાના વેપારીઓ પોતાનો મૂળ ધંધો છોડી ફળફળાદી,શાકભાજી, માસ્ક તેમજ સેનેટાઈઝરના વેપાર તરફ વળ્યાં 

દાહોદ તા.૧૨

સ્વૈચ્છીક લોકડાઉનને પગલે દાહોદ શહેરમાં મોટા ભાગના ધંધા, રોજગાર બંધ જાેવા મળી રહ્યાં છે અને તેમાંય ખાસ કરીને કપડા, ચપ્પલ, સલુન, વાસણ ભંડાર સહિત નાના વેપારીઓને પોતાનું જીવન નિર્વાન કરવું અને રોજી રોટી કમાઈ ઘર ચલાવવનું હાલ મુશ્કેલી સાબીત થઈ રહ્યું છે જેને પગલે આવા નાના વેપારીઓ દ્વારા પોત પોતાની દુકાનની બહાર દુકાન બંધ રાખી ઓટલા પર શાકભાજી, ફળફ્રુટનું વેચાણ, માસ્ક, સેનેટરાઈઝરનું વેચાણ કરવા મજબુર બન્યાં છે. 

 

કોરોના કાળે સૌ કોઈને ઘુટણીયે ટેકવી દીધા છે તેમાંય મધ્યમ વર્ગીય લોકોની હાલત તો અત્યંત કફોડી બની રહી છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ લોકડાઉન, રાત્રી કરફ્યુ જેવા માહોલમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે અને ભીડભાડ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે બિન

જરૂરીયાત વેપાર ધંધા પર રોક લગાવી છે. આવા સમયે ખાસ કરીને નાના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના રોજગાર ધંધા બંધ રહેતા નાના વેપારીઓને ઘર, પરિવાર સહિતનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. દાહોદ શહેરમાં આવા નાના વેપારીઓની દુકાન તો બંધ છે પરંતુ આવા સમયે તેઓ દ્વારા સરકારના આદેશોનું પાલન કરી પોતાની દુકાન બંધ તો રાખી જ રહ્યાં છે પરંતુ તેઓની હાલક અત્યંત કફોડી બની છે. આવા સમયે દુકાન બંધ રાખી દુકાનની બહાર શાકભાજી, ફળફ્રુટ, માસ્ક, સેનેટરાઈઝર સહિતની સામગ્રી વેચતાં પણ નાના વેપારીઓ નજરે પડી રહ્યાં છે. દાહોદમા ંઆવાજ એક વેપારી સાથે વાતચીત કરતાં તેઓએ ગળગળા અવાજે જણાવ્યું હતું કે, હાલ જ્યારે રોજગાર, ધંધા બંધ છે ત્યારે પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાનથી પોતે શાકભાજી,ફળ ફ્રુટ વેચી ગુજરાન ચલાવે છે. લોનના હપ્તા પણ ચુકવવા પડે છે માટે આવા સમયે રોજીરોટી મળી રહે તે માટે તેઓ દ્વારા દુકાનની બહાર ફળફ્રુટ સહિતની સામગ્રી વેચી રહ્યાં છે. દાહોદ શહેરમાં આવા તો ઘણા નાના વેપારીઓ છે જેઓ દેવાના ખપ્પરમાં હોવા થતાં હિંમત ન હારી આવા કપરા સમયે પણ કોઈને કોઈ વેપાર ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યાં છે અને સરકારના નિર્ણયોનું પાલન કરી રહ્યાં છે. બીજી તરફ લઘુ ઉદ્યોગો, નાના વેપારીઓના તો રોજગાર ધંધાજ ઠપ્પ થઈ ગયાં છે અથવા તો બંધ થઈ ગયાં છે. ઘણા વેપારીઓમાં આવા સમયે છુપો આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે.

પરંતુ પરિસ્થિતીને આધીન તેઓ કશું કરી ન શકતાં હોવાનું પણ દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે સંલગ્ન તંત્ર અને સરકાર દ્વારા આવા નાના વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!