બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં મકાન તથા દુકાન વેચવામાં આડખીલીરૂપ બનતી પત્નીને ચપ્પુના ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયેલ આરોપી ઝડપાયો*
*સુખસર માર્કેટયાર્ડમાં ભાડા કરારથી રહેતો પતિ દુકાન તથા મકાન વેચવા જણાવતા પત્નીએ ના પાડતા પતિ એ ઉશ્કેરાઈ પત્નીને ચપ્પુ વડે ગળામાં ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો હતો*
સુખસર,તા.8
ફતેપુરા તાલુકાના સુખસરમાં 4 ઓગસ્ટ રાત્રીના ચકચારી બનાવ બનવા પામ્યો હતો.જેમાં પત્નીએ મકાન અને દુકાન વેચવાની ના પાડતા પતિ ઉશ્કે રાઈ જઈ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી ચપ્પુના ધા મારી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા ઈજા ગ્રસ્ત પત્નીને તાત્કાલિક સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.ત્યારે આ સબંધે ઇજાગ્રસ્ત મહિલાના પુત્રે પોતાના પિતા વિરુદ્ધમાં સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. આરોપી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.જેને ગણતરીના દિવસમાં સુખસર પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં પતિએ પત્નીને ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી આરોપી પતિ ફરાર થઈ ગયો હતો.ત્યારે પોલીસ મહાનિરીક્ષક આર. વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદના ઓએ આરોપીને ઝડપી પાડવા માર્ગદર્શન કરેલ.જે માર્ગદર્શનના આધારે મેં.નાયબ પોલીસ અધિક્ષક ડી. આર.પટેલ ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવાના ઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ સુખસર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનાના બી.એન.એસ ની કલમ 109(1) તથા જી.પી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને આ ગુનાના કામના આરોપીને શોધી કાઢવા સૂચના કરતા સુખસર પો.સ.ઈ. સી.આર.દેસાઈ તથા એ.એસ.આઈ સુભાષચંદ્ર ભુરસિંગભાઈ તથા અ.હે.કો સંજયભાઈ રમણભાઈ, અ.પો.કો મહેશભાઈ તથા પેટ્રોલિગમાં હતા.દરમિયાન હકીકત મળેલ કે આરોપી દલસિંગભાઈ છગનભાઈ જાતે વસૈયા મૂળ રહે.કુંડલા,તા.ફતેપુરા જી.દાહોદ હાલ રહે.સુખસર,માર્કેટયાર્ડ તા.ફતેપુરા,જી.દાહોદ નાનો ગુનો આચરી બહારગામ વાહનમાં બેસી ભાગી જવાની ફિરાકમાં હોવા બાબતે ચોક્કસ આધારભૂત બાતમીના આધારે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.આમ સુખસર પોલીસે ગંભીર ગુનાના આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.