
રાહુલ ગારી :- ગરબાડા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સંવાદમાં કાર્યક્રમમાં પુસરી સખી મંડળ દ્વારા મુખ્યમંત્રીને તીર કમાન ભેટ સ્વરૂપે અર્પણ કર્યું.
ગરબાડા તા. ૪
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યની સખી મંડળની બહેનો સાથે સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લાના પુસરી ગામના સખી મંડળ દ્વારા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ અને બાબૂ પ્રોડક્ટ તીર કમાન ભેટ સ્વરૂપે અર્પણ કરી અને મુખ્યમંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખન્યા જગ્યા ગુજરાતમાં સખી મંડળની બહેનો જુદા જુદા પ્રકારની કામગીરી કરીને પગભર થવા માંડી છે જેમાં ગુજરાત સરકાર આ સખી મંડળની બહેનો આત્મ નિર્ભર બને તાલુકા સહિત પોતાના જિલ્લાનું નામ રોશન કરે તે માટે અથાત પ્રયાસો કરી રહી છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૨૮ હજારથી વધુ સહાય જૂથની બે લાખ 80 હજારથી વધુ મહિલાઓને રૂપિયા 350 કરોડની પણ સહાય કરી છે.