Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરમાં રિક્ષાચાલકની બેદરકારી થી જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘૂસી જતા ત્રણને ઇજા

July 18, 2024
        2678
ફતેપુરા તાલુકાના સુખસરમાં રિક્ષાચાલકની બેદરકારી થી જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘૂસી જતા ત્રણને ઇજા

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસરમાં રિક્ષાચાલકની બેદરકારી થી જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘૂસી જતા ત્રણને ઇજા

પેસેન્જર રિક્ષામાં સવાર હડમત, લખણપુર તથા ઘાણીખૂટના યુવાનોને હાથે તથા પગે ઈજા થતા સારવારમાં ખસેડાયા

સુખસર,તા.18

ફતેપુરા તાલુકાના સુખસરમાં રિક્ષાચાલકની બેદરકારી થી જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘૂસી જતા ત્રણને ઇજા

ફતેપુરા તાલુકામા રોજબરોજ નાના-મોટા વાહન અકસ્માતો થઈ રહ્યા છે.તેમાં ખાસ કરીને વાહનચાલકોની બેદરકારી ઊડીને આંખે વળગે છે. જ્યારે થતા અકસ્માતોમાં નિર્દોષ લોકો ઈજાઓ તથા મોતને ભેટવાના બનાવો વધી રહ્યા છે.જેમાં આજરોજ સાંજના છ વાગ્યાના અરસામાં સુખસરથી પેસેન્જરો ભરી સી.એન.જી રીક્ષા ઝાલોદ હાઇવે માર્ગ ઉપર લખણપુર તરફ જઈ રહી હતી.ત્યારે માંડ સુખસર ગામ નીકળતા હાઈવે માર્ગની બાજુમાં દુકાનદાર દ્વારા લોખંડની હિંગલ વાળા જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘુસી જતા ત્રણ યુવાનોને હાથે તથા પગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. 

          જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સાંજના છ વાગ્યાના અરસામાં સુખસરથી પેસેન્જર ભરી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર રીક્ષા ચાલક તેના કબજાની રિક્ષાને લખણપુર તરફ લઈ જઈ રહ્યો હતો.તેવા સમયે સુખસર ગામ નીકળતા જ સુકી નદીનો પુલ પાર કર્યા બાદ રીક્ષા ચાલકે પોતાના કબજાની રીક્ષા ઉપરથી કાબુ ગુમાવતા નિકુલભાઇ કલાલના ઘર પાસે હાઇવે માર્ગની બાજુમાં દુકાનની જાહેરાત માટે ઉભો કરવામાં આવેલ હિંગલ વાળા જાહેરાત બોર્ડમાં રીક્ષા ઘૂસી ગઈ હતી.જેથી રિક્ષામાં સવાર સતિષભાઈ ચારેલ ઉંમર વર્ષ 30 રહે.હડમતના ઓને જમણા હાથે ગંભીર ઈજા પહોંચવા પામી હતી.જ્યારે દિનેશભાઈ પારસિગભાઈ ભાભોર ઉંમર વર્ષ 30 રહે.લખણપુર નાઓને ડાબા પગમાં જ્યારે જયેશભાઈ મુકેશભાઈ કટારા ઉંમર વર્ષ 17 રહે.ઘાણીખુટના ઓને ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!