Sunday, 08/09/2024
Dark Mode

શ્રી માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળા પેથાપુર ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ

July 18, 2024
        529
શ્રી માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળા પેથાપુર ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ

બાબુ સોલંકી :- સુખસર 

શ્રી માધ્યમિક અને ઉચ્ચતર મા.શાળા પેથાપુર ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ

સુખસર,તા.18

 

 શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પેથાપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે શ્રી માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળા પેથાપુરમાં ગૌરી વ્રત નિમિત્તે ધોરણ ૯ થી ૧૨ ની બાળાઓ વચ્ચે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. અને તેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં શાળાની શિક્ષિકા બહેનો દ્વારા નિરીક્ષણ કર્યાબાદ અંતિમ ૧ થી ૩ નંબરોમાં પ્રથમ ક્રમે મુનિયા કિંજલ,દ્વિતિય ક્રમે ડામોર ખુશ્બુ અને તૃતિય ક્રમે ડામોર રોશની આવેલ હતા. જેમાં ઇન્ચાર્જ આચાર્ય કિશોરભાઈ એલ.પ્રજાપતિ દ્વારા ૧ થી ૩ ક્રમાંકે આવેલ બેનોને રોકડ પુરસ્કાર,બોલ પેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!