રાજેશ વસાવે :- દાહોદ
જીઈબી એન્જિનિયર એસોસીએશન તરફથી જન સેવા મહાયજ્ઞ અંતર્ગત તેમના દ્વારા આંબલી ગામ ખાતે વિધાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક તથા કંપાસના વિતરણનો કાર્યક્રમ યોજાયો
ગોધરા સર્કલ તેમજ વડોદરા સિટી સર્કલના ઈજનેરશ્રીના કરેલ દાનના ઉપક્રમે શ્રી જી. એમ ભૂરિયા ઝેડ.એસ ગોધરા દાહોદ વિભાગીય કચેરી ,
દાહોદ તા. ૨૮
આજરોજ તારીખ 27.06.24 ના રોજ જીઈબી એન્જિનિયર એસોસીએશન તરફથી જન સેવા મહાયજ્ઞ અંતર્ગત મળેલ ગોધરા સર્કલ
તેમજ વડોદરા સિટી સર્કલના ઈજનેરશ્રીના કરેલ દાનના ઉપક્રમે શ્રી જી. એમ ભૂરિયા ઝેડ.એસ ગોધરા દાહોદ વિભાગીય કચેરી ,જૂનિયર ઇજનેરશ્રી સુરેશ સોલંકી સર્કલ સેક્રેટરી વડોદરા સિટી સર્કલ,શ્રી કે કે નિનામા ઇન્ચાર્જ સર્કલ સેક્રેટરી ગોધરા, શ્રી એમ.આઈ. નાયક નાયબ ઈજનેર ગ્રામ્ય 2 પેટા વિભાગીય કચેરી હાજર રહેલ અને તેમના દ્વારા આંબલી ગામ દાહોદ જિલ્લા ખાતે વિધાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક તથા કંપાસના વિતરણનો કાર્યક્રમ કરી ધન્યતા અનુભવેલ જે બદલ વિદ્યાર્થી ગણ,ગ્રામજનો તેમજ શાળાના આચાર્ય દ્વારા જીબીઆ એસોસિએશન પ્રત્યે આભારગીરી વ્યક્ત કરેલ છે.