
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના અભલોડ ગામે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘર ભડ ભડ બળ્યું
આગની ઝપેટમાં બળદ સહીત ત્રણ બકરા જીવતા હોમાયા
ગરબાડા તા. ૨૭
ગરબાડા તાલુકાના અભલોડ ગામે લીંબુ ફળિયામાં રહેતા મનસુખભાઈ શનુભાઈ ભુરીયાનાં ના મકાનમાં ગત રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં સોર્ટ સર્કિટના કારણ એકા એક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ હતી. ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ આગ લાગવાની ઘટનામાં ઘરમાં બાંધી રાખેલ એક બળદ સહિત ત્રણ બકરીઓ આગમાં જીવતી હોમાઈ ગઈ હતી. ઘટનાની જાણ ગ્રામ પંચાયત તલાટીને કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીયછે કે આ બાબતની જાણ ગરબાડા ના ધારાસભ્ય ને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા પરિવારની મુલાકાત કરી હતી.