
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો..
ગરબાડા તા. ૧૩
ગરબાડા આરોગ્ય વિભાગની ટીમે જેસાવાડા ખાતે દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.તેમજ આરોગ્ય વિભાગની ટીમે મેડિસિન તેમજ દવાનો જથ્થો જપ્ત કરી બોગસ ડોક્ટર સામે જેસાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હોવાનું જાણવા મળેલ છે.
જેસાવાડા આશ્રમ રોડ ઉપર બોગસ ડોક્ટરનું ક્લિનિક ચાલતું હોવાનું ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો ડાભી અને તેમની ટીમને જાણ થઈ હતી. જેમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ નું રજીસ્ટ્રેશન અંગે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર વગર દવાખાનું ધમધમતું હતું. દવાખામાં ડોક્ટરની ખોટી પદવી ધારણ કરી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો હતો આ નકલી ડોક્ટર કાલિદાસ મહેન્દ્રનાથ હળદર ને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જેસાવાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેમા
દવાખાનામાંથી દવાનો જથ્થો થતા મેડિસિન અને દર્દીઓના રિપોર્ટ અને બુકલેટ મળી કુલ રૂપિયા ૭,૩,૨૨ નો મુદ્દા માલ આરોગ્ય વિભાગની ટીમે જપ્ત કર્યો હતો. અને નકલી ડોક્ટર સામે પોલીસ મથકે ગુનો નોંધાવી આગળને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..