
રાહુલ ગારી :- ગરબાડા
ટેકટરની ટ્રોલી પાછળ બ્રેક લાઈટ કે રિફેક્ટરના અભાવ: અંધારામાં ટ્રેક્ટર ન દેખાતા બાઈક ચાલક અથડાયો હોવાની આશંકા..
ગરબાડા તાલુકાના પાંચવાડામાં રસ્તા પર ઊભેલી ટ્રેક્ટરની ટોલી સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત..
ગરબાડા તા.૧૭
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામ ખાતે પંચર થયેલી ટ્રોલીની સાથે બાઈક ચાલક અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો અનુસાર ગરબાડાના પાંચવાડા ગામ ખાતે એક ટ્રેક્ટર ચાલક પોતાનો ટ્રેકટર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતોmતે દરમિયાન રસ્તામાં તેની ટ્રોલી પંચર થતાં તે સાઈડમાં પાર્ક કરી જતો રહ્યો હતો.તે દરમિયાન અંધારાના કારણે ત્યાંથી પસાર થતાં ટૂંકીવજુ મોટરસાયકલ ચાલક રાજુભાઈ સગોડ ટ્રોલીની સાથે પાછળના ભાગે અથડાયા હતા. જ્યાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું હતું અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આ અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસે ઘટના પહોંચી આગળ અને કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની છે કે રસ્તામાં ટ્રેક્ટર માં પંચર પડતા ચાલકે ટ્રેક્ટરને રસ્તા વચ્ચે ઉભું રાખી દીધો હતો. જોકે આ બનાવમાં ટ્રોલી પાછળ કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે અન્ય બ્રેક લાઈટ કે રિફ્લેકટર ન હોવાના કારણે કદાચ ત્યાંથી પસાર થતા બાઈક ચાલકને આ ઊભેલું ટ્રેક્ટર જોવાયું ન હોય અને અંધારામાં આ અકસ્માત નો શિકાર થયો હોવાનું હાલ આશંકાઓ સેવાઈ રહી છે