
કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડમા વિશ્વ મલેરિયા દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગે ચકાસણી હાથ ધરી.
સીંગવડ તા. ૨૫
સિંગવડ તાલુકાના ગામોમાં વિશ્વ મલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે જઈને ડેન્ગ્યુ મલેરિયા જેવા વાહક જન્ય રોગો વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો .
સિંગવડ તાલુકાના ગામોમાં વિશ્વ મલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ 25 4 2024 ના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ટીલાવત જિલ્લા મલેરીયા અધિકારી અતિત ડામોર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિયા ના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકાના ગામોમાં મલેરીયા ડેન્ગ્યુ જેવા વાહક જન્ય રોગો વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને ઘરે ઘરે જઈને પોરાનાસક કામગીરી કરી તાવના કેસોની તપાસ કરવામાં આવી તેમજ મલેરિયા ડેન્ગ્યુ રોગો વિશે લોકોને
જાણકારી આપવામાં આવી અને લોકોને ફ્રીજ કુલર ખાડાઓ ઢોરોને પીવા માટેના પાણી વગેરે ના પાણી બે-ત્રણ દિવસમાં સાફ કરીને ભરવા માટે જણાવવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ તાલુકામાં આરોગ્ય વિભાગની 95 ટીમો ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યું હતું જ્યારે કુલ અંદાજિત 1495 ઘરોનુ સર્વે કરવામાં આવ્યું હતું