તાલુકાના મંડોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

 તાલુકાના મંડોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.

ગરબાડા તા. ૨૦ 

ધાનપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંડોર ના વાસીયાડુગરી ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જીલ્લા ક્ષય અઘિકારી ડૉ આર.ડી . પહાડિયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દ્વારા એક્ષરે વાન મંડોર ને નવાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વાસીયાડુગરી ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓ ના એક્ષરે કરવામાં આવ્યા સાથે સાથે ડાયાબિટીસ બી.પી અને એચ.બી ની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પ ની અંદર કુલ 66 લાભાર્થીઓએ લાભ લીધો હતો 

આરોગ્ય ની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું.

Share This Article