
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે રોહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડૉ.આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરાઈ
ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સુખસરના અન્ય સમાજના યુવાનો પણ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી
સુખસર,તા.15
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે ભારત બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ 135 મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આંબેડકર જયંતિ નિમિત્તે ફતેપુરા તાલુકા રોહિત સમાજના અગ્રણીઓ દેવચંદભાઈ પરમાર કોયાભાઈ ભુનાતર કાળુભાઈ સોલંકી સહિત રોહિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ જલાવી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ માળા અર્પણ કરી હતી.ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સુખસરના નવ યુવાનો એ હાજર રહી બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ઉત્સાહભેર જન્મ જયંતીની ઉજવણી કરી હતી.