બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં રેકડા ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં બે મોટરસાયકલ સહિત રાહદારી મહિલાને અડફેટમાં લીધી
ઘાણીખુટ ગામના રેકડા ચાલકની પોલીસે ધરપકડ કરી રેકડો કબજે લીધો
સુખસરમાં ચોવીસ કલાક વાહનો તથા રાહદારી ઓથી ધમધમતા હાઈવે માર્ગ ઉપર રેકડા ચાલક બેફામ બન્યો:મોટી જાન અને ટળી
સુખસર,તા.4
આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં સુખસરમાં હાઇવે માર્ગ ઉપર 24 કલાક વાહનો તથા રાહદારી લોકોથી ધમધમતા હાઇવે માર્ગ ઉપર થ્રી વ્હીલર રેકડા ચાલકે તેના કબજાના રેકડા ઉપરથી કાબુ ગુમાવતા બે મોટરસાયકલ સહિત એક રાહદારી મહિલાને અડફેટમાં લીધી હતી.જેમાં એક વ્યક્તિને માથામાં ઇજા પહોંચવા પામી હતી.જ્યારે એક ઉભેલી મોટર સાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ ને નુકસાન પહોંચવા પામ્યુ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી તરફ જતા હાઇવે માર્ગ ઉપર થ્રી વ્હીલર રેકડા નંબર જીજે-20.ડબલ્યુ-7002 ના ચાલકે તેના કબજાના રેકડા ઉપરથી કાબુ ગુમાવતા એક ઊભેલી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલને નુકસાન પહોંચવા પામ્યું હતું.તેમજ આગળ મોટર સાયકલ ઉપર જતા કપલને પાછળથી ટક્કર મારી હતી.સાથે-સાથે એક રાહદારી મહિલાને પણ ટક્કર વાગતા નાના બાળક સાથે પડી જવા પામી હતી.જેમાં એક વ્યક્તિને માથામાં ઇજા પણ પહોંચવા પામી હતી.ત્યારબાદ રેકડાને આસપાસથી લોકોએ દોડી આવી ઉભો રખાવી દીધો હતો. જેની પોલીસને જાણ કરાતા તાત્કાલિક સુખસર પોલીસે ફળ ઉપર પહોંચી જઈ રેકડા ચાલક સહિત રેકડો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.બેફામ બનેલો રેકડા ચાલક ઘાણીખુટ ગામનો હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે,આ બેફામ બનેલો રેકડા ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો.અને જો રેકડો આસપાસમાંથી લોકોએ દોડી આવી ઉભો રખાવ્યો નહીં હોત તો મોટી જાનહાની થવાની સંભાવના પણ હોવાનું નજરે જોનાર લોકો દ્વારા જાણવા મળ્યું હતું.