více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દેવગઢબારિયા તાલુકાના ટીકડી ગામે ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કુવામાં ખાબકયો,

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢબારિયા તાલુકાના ટીકડી ગામે ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કુવામાં ખાબકયો,

દેવગઢબારિયા વન વિભાગે કૂવાને કોર્ડન કર્યો, રાત્રે રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાશે.

દાહોદ તા.04

દેવગઢ બારિયા તાલુકાના ટીકડી ગામે ખોરાકની શોધમાં આવેલો વન્યપ્રાણી દીપડો પાણી ભરેલા કુવામાં ખાબક્યોં હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા ટીકડી ગામે પહોંચી દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના ટીકડી ગામે કુવા ફળિયામાં રહેતા જુવાનસિંહ બારીયાના ખેતરમાં આવેલા કુવામાં દીપડો ખાબક્યો હતો. જેના પગલે ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરતા દેવગઢબારિયા વન વિભાગની ટીમ ટીકડી ગામે દોડી આવી હતી. અને એચ.એમ.પટેલિયા રાઉન્ડ ફોરેસ્ટર દેવગઢ બારીયાના માર્ગદર્શનમાં કૂવાને જાળી વડે કોર્ડન કરી સાવચેતીના ભાગરૂપે ગ્રામજનોને કુવા થી દૂર કરી દીધા છે અંધારા પડ્યા બાદ વન્ય પ્રાણી દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે તેવું હાલ વન વિભાગના સત્તાધીશો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard