
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા કુમાર શાળા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચુનાવ પાઠશાળા નું આયોજન કરાયું
ગરબાડા તા. ૨૮
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચુનાવ પાઠશાળા નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં વિધાનસભા મત વિભાગ દીઠ જે મતદાન મથકો ઉપર 50% થી ઓછું મતદાન થયું હોય અને પુરુષ સ્ત્રી મતદાન મથકોનું મતદાન તુલનાત્મક રીતે 10% થી વધુ તફાવત હોય તેવા મુદ્દા ઉપર આ ચુનાવ પાઠશાળા નું આયોજન કરવામાં આવતું હોય છે આ ચુનાવ પાઠશાળામાં વધુ મતદાન થાય તે હેતુથી લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા