Wednesday, 04/12/2024
Dark Mode

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દાહોદમાં સેવાસદન ખાતે નિયુક્ત કરેલ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ હેઠળ બેઠક યોજાઈ

March 16, 2024
        1172
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪  દાહોદમાં સેવાસદન ખાતે નિયુક્ત કરેલ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ હેઠળ બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

દાહોદમાં સેવાસદન ખાતે નિયુક્ત કરેલ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ હેઠળ બેઠક યોજાઈ

દાહોદ તા.  ૧૬

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દાહોદમાં સેવાસદન ખાતે નિયુક્ત કરેલ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ હેઠળ બેઠક યોજાઈ

દાહોદમાં આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ માટે ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ હેઠળ ચૂંટણીની કામગીરીની વ્યવસ્થા માટે વિવિધ નોડેલ અધિકારીઓની સાથે બેઠક યોજવામાં આવી હતી.

 આ બેઠક દરમ્યાન કલેકટર તેમજ ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ નોડલ અધિકારીશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે સોશયલ મોડિયા અથવા કોઈપણ પ્રકારે ફેલાવવામાં આવતા ફેક ન્યુઝ તેમજ આચાર સંહિતાનો ભંગ કરતી જાણકારી મળે તો તાત્કાલિકપણે જાણ કરવાની જવાબદારી આપણે લેવાની છે. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના તમામ ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓ સહિત સંકલનના અધિકારીશ્રીઓએ અત્યાર સુધી કરેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

બેઠકમાં સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી, જાહેરાતો, હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી, MCMC- આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તથા સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ ન ફેલાઇ તેની તકેદારી રાખવા સહિતની ચર્ચા કરી હતી. દાહોદમાંથી કામ અર્થે બહાર ગયેલા મતદારો માટે જવા – આવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મતકેન્દ્રો ખાતે મતદારોને કોઈપણ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની અગવડતા ન પડે તેની સંબંધિત અધિકારીએ તકેદારી રાખવી પડશે. એ સાથે મતદાન દિવસે દિવ્યાંગ મતદારો, વૃદ્ધો અને મહિલા મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું. સમગ્ર દાહોદ જિલ્લામાં લોકસભા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તેમજ આચાર સંહિતાનો અમલ અસરકારક રીતે થાય એ માટે વિવિધ જગ્યાઓ તેમજ વ્યવસ્થાના ભાગરૂપે ૧૯ નોડેલ અધિકારીશ્રીઓની નિમણુંક કરવામાં આવી છે.

આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદારશ્રી સ્મિત લોઢા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ ,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુ શ્રી હેતલબેન સહિત ચૂંટણી વ્યવસ્થા માટે નિમણુંક કરવામાં આવેલ તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!