Wednesday, 04/12/2024
Dark Mode

 પીપલોદ થી સીંગવડ આવવાના ડામર રસ્તાને પહોળો કરીને ડામરીકરણ માટે તંત્રના ઠાગાઠૈયા.      

March 13, 2024
        3147
 પીપલોદ થી સીંગવડ આવવાના ડામર રસ્તાને પહોળો કરીને ડામરીકરણ માટે તંત્રના ઠાગાઠૈયા.      

પીપલોદ થી સીંગવડ આવવાના ડામર રસ્તાને પહોળો કરીને ડામરીકરણ માટે તંત્રના ઠાગાઠૈયા.      

દાહોદ તા.13

            

પીપલોદ થી સિંગવડ આવવાના ડામર રસ્તો સ્ટેટ હાઇવે માં આવતો હોય છે અને આ રસ્તો પહોળો કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ડામર રસ્તાને આજ દિન સુધી પહોળો કરવામાં નથી આવ્યો જ્યારે ડામર રસ્તા ઉપર થઈને 24 કલાક વાહન વ્યવહાર ધગમગટો રહેતો હોય છે આ પીપલોદ થી સિંગવડ ના ડામર રસ્તા ઉપરથી રેતીઓની ગાડીઓનું અવર-જવર તથા બસોનું અવરજવર પણ વધારે પડતું થઈ ગયું હોવાના લીધે અને મોટરસાયકલ નું પણ વધારે પડતું અવરજવર થવાના લીધે હવે આ રસ્તો સાંકડો થવા લાગ્યો છે જ્યારે ડામર રસ્તા પોળો કરવામાં નહીં આવે તો આ ડામર રસ્તા ઉપર એકસીડન્ટ નું પ્રમાણ વધી  શકે તેમ લાગી રહ્યું છે જ્યારે હમણાં આ ડામર રસ્તા ઉપર ઘણા એક્સિડનો થતા રહેલા છે જો આ ડામર રસ્તો પહોળો કરીને પૂરો કરવામાં આવે તો આ રસ્તા ઉપર થતા એક્સિડન્ટનો ઓછા થઈ શકે તેમ છે જ્યારે  પીપલોદ થી સિંગવડ આવતા ડામર રસ્તા ઉપર રાત મધરાતે સામસામે વાહનો આવતા એક સાઈડમાં મોટા સાઇકલ ચાલક કે પછી રસ્તે ચાલતા વટેમાર્ગુ પણ એક્સિડન્ટ થતા હોય છે જ્યારે આ ડામર રસ્તા માટે સ્ટેટ હાઇવે ના અધિકારીઓ દ્વારા ૮ મહિના ઉપર થી રસ્તાને પહોળો કરવાની ફાઈલ ગાંધીનગર મોકલી આપવામાં આવી છે પરંતુ 8 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં આ ફાઇલને મંજૂર કરીને પાછી મોકલવા નહીં આવતા પીપલોદ થી સિંગવડ ના રસ્તો પહોળો થતો અટકી ગયો છે જ્યારે આ પીપલોદ થી સીંગવડ ના ડામર રસ્તાને પહોળો કરવા માટે સ્થાનિક નેતાઓ પણ રસ નથી લેતા તેમ લાગી રહ્યું છે શું આ ડામર રસ્તો પીપલોદ થી સિંગવડ નો જે પહોળો કરવા માટેની ફાઈલ ગાંધીનગર ની ઓફિસોમાં પડી છે તે લોકસભાની ચૂંટણી પહેલા મંજૂર થઈ જશે ખરી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે નવો ડામર રસ્તો બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!