
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
પટેલ શો-મિલમાં વન વિભાગ ટીમના ઓચિંતા દરોડા, પ્રતિબંધિત લાકડું મળી આવતાં કાર્યવાહી.
સંજેલીની શો-મિલમાં સાગી લાકડાઓ મળતાં સીલ કરાઈ
સંજેલી વન વિભાગની ટીમે આધાર પુરાવામાં માંગતા રજુ નહી કરતાં કાર્યવાહી હાથ ધરાઈ.
સંજેલી તા.૦૯
સંજેલી નાની સંજેલી ચોકડી પાસે મંડળ રોડ રોડ તરફ પટેલ સોમીલ માં સંજેલી આરફો માલીવાડની દ્વારા પટેલ સોમીલમાં અચાનક રેડ પડતા ગફાર સિસોલીના પટેલ સોમિલ ખાતે તાજો કાપેલો સાગના લાકડાનો જથ્થો નજરે પડતા વન અધિકારીની સંજેલી ટીમ અંજવામાં પડી ગયેલ અને ત્યાં સોમિલના માલિક તેમજ કારીગરો સ્થળ છોડી ગાયબ. GST તેમજ ફોરેસ્ટ પાસ ની ચોરી કરતા હતા કે કેમ? અગાઉ પણ આ સોમીલ પર વન વિભાગ દરોડા પાડી બંધ કરવામાં હુકમ કર્યો હતો. નકલી કચેરી જેવું કૌભાંડ છે કે કેમ એક તપાસનો વિષય છે નકલી કચેરીઓ બાદ આ નવું નકલી પરવાનાં અને જીએસટી વગરના સાગના લાકડા વહેરવાનું આ એક નવું કૌભાંડ છે
કે શુ તેની તપાસ કાયદેસર થશે કે કેમ? જોકે સંજેલી ખાતે આવેલ પટેલ શો-મીલમાં શંકાસ્પદ સાગી લકડાનો જથ્થો જણાઈ આવતા સંજેલી વન વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. સંજેલી તાલુકામાં ચારે બાજુ મોટા ભાગના જંગલો આવેલ છે. ત્યાં સાગી તેમજ પંચરાવ વૃક્ષો પણ આવેલા છે અને આ જંગલોનું નિકંદન ના થાય તે માટે વન વિભાગ દિવસ રાત રાઉન્ડ મારી અને સેલ્ફી ફોટા પણ લેવાતા હોય છે. સંજેલી વન વિભાગ ટીમ પટેલ સોમીલમાં રેડ પાડી હતી અને સો મિલમાં પડેલા જથ્થન તપાસ માટે સંચાલકને પૂછતા યોગ્ય જવાબ ન મળતા સીલ મારી દેવામાં આવી હતી. જોકે સંજેલી પટેલ સો-મીલમાં લાકડાઓના જથ્થા માટે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાં લાકડાનો જથ્થો મળી આવતા સંચાલકને આધાર પુરાવા માંગતા મળ્યા ન હતા. જેથી સો-મીલને સીલ કરી આધાર પુરાવા 3 દિવસમાં રજૂ કરવા તેવી માહિતી જણાવા મળી છે.