રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ
દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવટના માર્ગદર્શન અન્વયે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ તા. ૬
૨૪ માર્ચના રોજ વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી લેપ્રસી અને એચ.આઇ.વી.ના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં ૭૫ યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.આમ, આ બ્લડ ડોનેશન કેમ્પમાં ટીબી, લેપ્રસી, એચ.આઇ.વી. પ્રોગ્રામના કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેટ કરીને માનવતાના કાર્ય થકી એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી એક બનવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ કેમ્પ દરમ્યાન જીલ્લા ક્ષય અઘિકારીશ્રી ડૉ આર. ડી. પહાડીયા દ્વારા સૌ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.