
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા માધ્યમિક શાળા ખાતે જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો..
કાર્યક્રમમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ જિલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી ગરબાડા મામલતદાર શીલાબેન નાયક તાલુકા વિકાસ અધિકારી પાર્ટી પ્રમુખ પ્રજિતસિંહ, સરપંચ અશોક રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
ગરબાડા તા. ૬
સમગ્ર દેશની સાથે દાહોદ જિલ્લામાં પણ વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ગરબાડા ની માધ્યમિક શાળા ખાતે આજે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસદ ખાતેથી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વચ્ચૂઅલી સંબોધન કર્યું હતું આ તકે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે વર્તમાન રાજ્ય સરકાર સહાય અને સખીમંડળની બહેનોને વિવિધ પ્રોત્સાહનનો તથા રિવોલ્વિંગ ફંડ આપી તેઓને આત્મનિર્ભર બને અને પોતાના પગભર ઉભી રહે તે માટે પ્રયત્ન કરે છે તેમજ નારીનો જન્મ ત્રણ વાર થાય છે તેમજ નારી શક્તિના પેટ ભરીને વખાણ કર્યા હતા આ પ્રસંગે ગરબાડા ના ધારાસભ્ય દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે રામ મંદિરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માન્યો હતો તેમ જ કાશી મથુરાને લઈને પણ તેમને સંબોધન કર્યું હતું
કાર્યક્રમમાં ગરબાડા તાલુકાની સખી મંડળની બહેનોને સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના આસપાસ વિસ્તારના સખી મંડળ ની બહેનો તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી કાર્યક્રમમાં ગરબાડા મતદાન જાગૃતિ અંતર્ગત મામલતદાર ગરબાડા ના માર્ગદર્શન હેઠળ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મતદારોને મતદાન કરવા મર્દશાહ આપવામાં આવ્યું હતું અને લોકશાહી ઉજવવા જણાવવામાં આવ્યું હતું અને તમામને મતાધિકારનો ઉપયોગ કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા સાથે સાથે નારી શક્તિ વંદન કાર્યક્રમમાં મતદાન જાગૃતિ માટે સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો