રાજેશ વસાવે :- દાહોદ
શ્રી રામ ટ્રાન્સપોર્ટ કંપની પાસે ક્રૂઝર માટે લોન લીધા બાદ નાણાં ભર્યા હતાં
દાહોદમાં ગેરકાયદે ઘરમાં ઘૂસી વાહન જપ્ત કરવા બદલ ફાઈ.કંપનીના મેનેજરને 3 વર્ષની કેદ અને દંડ..
દાહોદ તા.૦૫
દાહોદની શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. દ્વારા ક્રુઝર ગાડીની લોનના નાણાં ભરપાઇ થવા છતાં ગાડીની માલિકની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઘરમાં ઘુસી ગાડી જપ્ત કરી વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે કંપનીના મેનેજરને ઈપીકો 400, 420 ત્રણ ત્રણ વર્ષની સાદી કેદ અને દસ દસ હજારનો દંડ અને 447માં ત્રણ માસની સાદી કેદ અને 500 રૂ.નો દંડની સજા ફટકારી હતી. સજા ફટકારતાં કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપ્યો હતો.
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., દાહોદ વતી તેઓના બ્રાંચ મેનેજર જીતેન્દ્ર દેવરાજ પાલને ફરીયાદી શંકરભાઈ નીનામા સાથે લોન સંબંધી ફરીયાદીની ક્રુઝર ગાડી – જીજે-20-ટી.-9826 નંબરની લોનના નાણાં ભરપાઈ થવા છતાં કાયદો હાથમાં લઈ કંપની દવારા ક્રુઝર ગાડી ગેરકાયદેસર ઘરમાં ઘુસી શંકરભાઈની જાણ બહાર લઈ જઈ તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપીડી કરી હતી. આ બાબતે શંકરભાઈ ઢંગળભાઈ નીનામાએ ફાયનાન્સ કંપની સામે કેસ કર્યો હતો. જે કેસ દાહોદના ત્રીજા અધિક જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં જજ દિપાલી દિનેશચંન્દ્ર શાહની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ પક્ષે દાહોદના વકીલ અજય એન. સવાલખીયા તથા દિનેશ એચ. ભુરીયાની દલીલોને ગ્રાહય રાખી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. દાહોદના બ્રાંચ મેનેજર જીતેન્દ્ર પાલને ઈ.પી.કોડની કલમ – 406 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 10,000નો દંડ તથા કલમ -420 મુજબના ગુનામાં પણ 3 વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 10,000નો દંડ અને કલમ – 447 મુજબના ગુનામાં 3 માસની સાદી કેદની સજા તથા રૂા. 500 નો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો.