Sunday, 16/02/2025
Dark Mode

બાળકો કુપોષિત કેવી રીતે બનશે.?સંજેલી તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં..

March 5, 2024
        425
બાળકો કુપોષિત કેવી રીતે બનશે.?સંજેલી તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં..

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

બાળકો કુપોષિત કેવી રીતે બનશે.?સંજેલી તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં..

કેટલીક આંગણવાડી સમયસર ના ખુલતા બાળકો પોષણયુક્ત આહારથી વંચિત..

દાહોદ તા.05

કુપોષિત બાળકોને પોષણ મળી રહેતે માટે અનેક પ્રયત્નો વચ્ચે કેટલીક આંગણવાડી કેન્દ્ર પર ખંભાતી તાળા અને કેટલીક આંગણવાડી અનિયમિત ખૂલતાં બાળકોને પોષણયુક્ત આહાર થી વંચિત સંકલિત બાળ વિકાસ કચેરી દ્વારા યોગ્ય પગલા લેવા કેમ મજબૂર આંગણવાડીઓ બંધ હાલત જોવાતા સરકારની અનેક યોજનાઓ ધોળીને પી જતી આંગણવાડી કાર્યકર આ બાબતે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

 

પ્રાપ્ત માહિતી સંજેલી તાલુકામાં કુલ 135 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા ભામણ, ડોકી ગસલી, ભમેલા સહિતની એક ડઝન જેટલી આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી આવી અને ખંભાતી તાળા લટકતા જોવા મળી આવિયા. સંજેલી આઇસીડીએસ વિભાગની બેદરકારી જોવા મળી આઇસીડીએસ ની મિલી ભગતથી આંગણવાડી કેન્દ્ર બંધ રાખવામાં આવે તેવી પણ તાલુકામાં ચારેકોર ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલમાં સરકાર દ્વારા નાના બાળકોને ભૂલકાઓ માટે અનેક યોજનાઓ ખુલ્લી મૂકી બાળકોને પુરતું પોષણ મળી રહે તે પરંતુ કેન્દ્ર પર ખંભાતીતાળા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!