રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થયા બાદ જસવંત ભાભોરે ભમરેચી માતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
દાહોદ તા.03
સાંસદ જશવંતસિંહ ભાભોર ને ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ બેઠક પરથી સતત ત્રીજીવાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જશવંતસિંહ ભાભોર દર વખતની જેમ આ વખતે પણ સિંગવડ ખાતે આવેલા ભમરેચી માતાના મંદિરે સૌપ્રથમ દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીના દર્શન કરી આરતી ઉતારી અને શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ એ આજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 15 જેટલી બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના નામની જાહેરાત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.જશવંતસિંહ ભાભોર દર વખતની જેમ આ વખતે પણ સિંગવડ ખાતે આવેલા ભમરેચી માતાના મંદિરે સૌપ્રથમ દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીના દર્શન કરી આરતી ઉતારી અને શ્રીફળ વધેરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.