રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના યશમાર્કેટમાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનોના તાળાં તૂટ્યા..
એક લાખથી વધુની રોકડ ચોરાઈ,તસ્કરો સી.સી.ટી.વી નું ડીવીઆર ઉઠાવી ફરાર..
દાહોદ તા.૩
દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમય થીતસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે.સમયાંતરે ચોરીના બનાવોથી શહેરવાસીઓમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે આજે ફરીથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેકતા હોય તે રીતે યશ માર્કેટમાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનના તાળાં તોડયાં હતા. વહેલી સવારે જ્યારે વેપારીઓ રાબેતા મુજબ પોતાની પેઢી પર આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં ચોકી ઉઠ્યા હતા.જે બાદ આસપાસમાં તપાસ કરતાં ૪ જેટલી દુકાનોના તાળાં તૂટયા હોવાનું સામે આવ્યું હતુંઆ દુકાનમાં રહેલી રોકડ સિલક આશરે એકલાખથી વધુની રોકડ તેમજ સી.સી.ટીવી.નું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
જેનાં પગલે વેપારીઓમાં ભય ની સાથે એવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. કે ચોરી ની ઘટના સામે ગંભીરતા દાખવી શહેરમાં રાત્રિના સમયે પેટ્રોલીંગ વધારે તેમજ શહેરમાં લાગેલા સીસીટીવીનું મોનિટરિંગ કરી ચોરીની ઘટના ઉપર અંકુશ મેળવે તેમ છે.
તસ્કરો હવે બિન્દાસ પણે ધોળે દિવસે પણ ચોરીને અંજામ આપી રહ્યાં છે.
દાહોદ શહેરના કથીરિયા બજાર સ્થિત મર્કનટાઈલ બેંકની બાજુમાં ચાર દિવસ અગાઉ અજાણ્યા વાહનચોરે ધોળા દિવસે અપાચી મોટરસાયકલની ઉઠાતરી કરતો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ બીજા દિવસે શહેરના વણઝારવાડમાં એક મહિલા ધોળા દિવસે તેલનો ડબ્બો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.