
ફતેપુરામાં ડી.ઇ.આઇ.સી વિભાગ દ્વારા મગજના લકવા અંગે કાર્યક્રમ યોજાયો..
ફતેપુરા તા. ૨૫
ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે જનરલ હોસ્પિટલ દાહોદ -DEIC વિભાગ દ્વારા ફતેપુરા તાલુકા વિસ્તારના દિવ્યાંગ બાળકોને તકલીફ પડતી હોય જેવી કે સેરેબ્રલ પાલસી, ઓટિઝમ,અપંગતા ધરાવતા, વાતચીત કરવામાં, ભાષાનો ઉપયોગ કરવામાં, સ્થિર ઉભા રહેવા કે બેસવામાં, પોતાની લાગણીઓ નિયંત્રિત કરવામાં ,એડીએચડી ઇન્ટેલેક્ટચ્યુઅલ ડીસેબિલિટી ધરાવતા બાળકોની આઇડેન્ટીફાઈ કરી ને બાળકોને વહેલી તકે સેવાઓ મળે એ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.જેમાં ,ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર હાજર રહ્યા હતા.
ફતેપુરા તાલુકા RBSK નોડલ ઓફિસર ફતેપુરા તાલુકા હેલ્થ સુપરવાઈઝર, RBSK મેડિકલ ઓફિસર,તેમજ FHW,FHS, આશાફેસિલેટર બહેનો, આશાવર્કરબહેનો,આંગણવાડી કાર્યકર બહેનો,તથા અન્ય સ્ટાફ તથા DEIC સ્ટાફમાંથી ડો. નેહા (ડી.આઇ.ઇ.સી)ના એચ. ઓ. ડી.) ફીજીયોથેરાપિસ્ટ પ્રકાશ પટેલ ,હિતેશ પંચાલ સ્પેશિયલ એજ્યુકેટર પ્રકાશ બારીયા (DEO)હાજર રહ્યા હતા.જેમાં ફતેપુરા THO તેમજ ફતેપુરા તાલુકા RBSK નોડલ ઓફિસર સહિતના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.