ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાની 394 આંગણવાડી કેન્દ્ર પર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ જથ્થો ફળવાયો..
સંતરામપુર તાલુકાની 394 આંગણવાડી કેન્દ્ર પર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 1200 લિટર સીંગતેલના પાઉચ અને તુવેરદાળનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો .
સંતરામપુર તા. ૨૧
ગુજરાત સરકાર દ્વારા પ્રથમ સગર્ભા મહિલા માટે જાહેરાત કરેલી સંતરામપુર તાલુકાની આવેલી 394 આંગણવાડી કેન્દ્ર પર પ્રથમ સગર્ભમાં મહિલાઓને સિંગતેલના પાઉચ અને તુવેર દાળ અને બીજા કે ત્રીજા મહિને ચણા દરેક વસ્તુ ફાળવવાની જાહેરાત કરવામાં આવેલી હતી ત્યારે સંતરામપુર તાલુકામાં આવેલી આંગણવાડી કેન્દ્ર પર એફસીઆઇ ગોડાઉન પરથી આંગણવાડી કેન્દ્રનો તેલનો પાઉચ અને દાળનો જથ્થો દરેક રેશની દુકાન ઉપર આ જથ્થો ફાળવી દેવામાં આવેલો છે જથ્થાની અંદર પ્રથમ સગર્ભમાં મહિલાનું આધાર કાર્ડ અને મમતા કાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવામાં આવેલો છે મોબાઈલ નંબરનો ઓટીપી આવે એટલે મહિલાઓને શું મળવા પાત્ર છે તે પણ જાણી શકાય છે અને તેનો જથ્થો પણ મેળવી શકે છે સરકારે કોઈ ગેરરીતિ ના થાય તે માટે અને દરેક લાભાર્થીને પોતાના ઘર સુધી આ યોજનાનો લાભ મળે અને પહોંચી શકે તે માટે મમતા કાર્ડ મોબાઈલ નંબર સાથે અને આધાર કાર્ડ લિંક કરીને તેની રીસીપ બનાવીને આ યોજનાના લાભ આપવામાં આવી રહ્યો છે જ્યારે કેટલીક સસ્તા અને દુકાનો પર મધ્યાન ભોજનનો અને આંગણવાડીનું જથ્થો આવ્યા પછી પણ સંચાલકો જથ્થો આપવામાં આનાકાની કરતા હોય છે અને બે થી ત્રણ ધક્કા ખવડાવતા હોય છે ઓનલાઇન ચાલતું નથી સર્વર બંધ છે જથ્થો તમારો આવેલો નથી તેવા અનેક બહાનો કાઢતા હોય છે પરંતુ ઓટીપી નંબર આવ્યા પછી જથ્થો પહોંચી ગયો હોય તે નક્કી થતું હોય છે આવા આક્ષેપો આંગણવાડી બહેનો પણ કર્યો હતા અને કીધું હતું કે સગર્ભા મહિલાઓને પણ કેટલાક સંચાલકો બે થી ત્રણ વાર ધક્કા ખોલાવીને તેમની યોજનાનો લાભ આપતા હોય છે સરકારે સીધી સહાય અને સીધો લાભ મળે તેના હેતુથી સગર્ભા મહિલાનું ઓટીપી નંબર મારીને તેને જાણ કરવામાં આવી રહી છે આવી રીતે સરકારે સંતરામપુર તાલુકાની 394 આંગણવાડી કેન્દ્ર પર સિંગતેલના પાઉચ અને તુવેર દાળ ના જથ્થો ફાળવેલો હતો સરકારની યોજના સગર્ભા મહિલા માટે સદા અગ્રેસર રહી હતી.