દે.બારિયા તાલુકાનાં આમલી પાણી છોતરા ગામનો બનાવ..
તુવરના ખેતરમાં કામ કરતી આધેડ મહિલા રીંછના હુમલામાં ઈજાગ્રસ્ત….
દાહોદ તા.૧૯
દેવગઢબારિયા તાલુકાના આમલી પાણી છોતરા ગામે ખેતરમાં કામ કરતી મહીલા પર રીછ દ્ધારા હુમલો કરવામાં આવતા રીછના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી મહિલાને લોહીલુહાણ અવસ્થામાં 108 મારફતે દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના આમલી પાણી છોતરા ગામે બુધલીબેન નામક મહિલા સવારના સમયે તુવેરના ખેતરમાં કાપણી કરવા ગઈ હતી. તે સમયે પાછળથી આવેલા રીછે ઓચિંતો લા ઉપર હુમલો કરી માથાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરતા મહિલાની બુમાબૂમથી આસપાસના લોકો દોડી આવતા રીંછ જંગલમાં ભાગી છુટ્યો હતો.આ બનાવ બાદ રીંછના હુમલામા બનેલી મહિલાને ગ્રામજનો દ્વારા 108 મારફતે દેવગઢબારિયા રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં હતી જ્યાં હાલ મહિલા સારવાર હેઠળ છે. જોકે આ દરમિયાન ગ્રામજનોએ ની જાણ વન વિભાગને કરતા સાગટાળા રેન્જના વન કર્મીઓ સ્થળે દોડી આવ્યા હતા અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે .